Ads

Gujarat Gyan Guru Quiz Result 2022 @g3q.co.in


  

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022 નું રજીસ્ટ્રેશન કરો ઓનલાઇન

મંત્રી જીતુભાઇ વાઘાણીએ કહ્યું કે, રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આ મેગા ક્વિઝ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ક્વિઝ કોમ્પીટીશનમાં રાજ્યના ધોરણ ૯ થી ૧૨ અને કોલેજ, યુનિવર્સિટી કક્ષાએ અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે અને તાલુકા, જિલ્લા તેમજ રાજય કક્ષા એમ તમામ સ્તરે વિજેતા થતા ઉમેદાવારોને આકર્ષક ઇનામો અને તમામ સ્પર્ધકોને ગુજરાત સરકાર સ્તરે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે આ ક્વિઝ દરરોજ યોજાશે અને ૧૫ અઠવાડિયા સુધી સતત ચાલશે. આ ક્વિઝમાં વિધ્યાર્થીઓ ઉપરાંત રાજ્યના અભ્યાસ ન કરતા હોય તેવા સામાન્ય નાગરીકો પણ ભાગ લઈ શકશે જેને અલગ સ્વરૂપે પ્રોત્સાહિત કરાશે. ક્વિઝમાં પ્રતિ અઠવાડીયે ૨૫૨ તાલુકા-નગરપાલિકા, ૧૭૦ વોર્ડનાં વિજેતા ઉમેદવારોને રૂ.૧.૬૦ કરોડના ઈનામો મળી કુલ ૧૫ અઠવાડીયાના આશરે રૂ. ૨૫ કરોડના ઈનામો તથા સ્ટડી ટૂર પ્રાપ્ત થશે.

Gujarat Gyan Guru Quiz Result 2022 @g3q.co.in


તેમણે ઉમેર્યુ કે, ‘ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ’માં અંદાજે ૨૫ લાખથી વધુ વિદ્યાર્થીઓ આ ક્વિઝ્મા ભાગ લઇ શકે તે મુજબનુ આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ કક્ષાએ, દ્વિતીય તબક્કામાં જિલ્લા-મહાનગરપાલિકા કક્ષાએ તેમજ ત્રીજા અને અંતિમ તબક્કામાં ઓફલાઈન ક્વિઝ રાજ્ય કક્ષાએ યોજાશે.

Gujarat Gyan Guru Quiz

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ શું છે?

મંત્રીએ કહ્યુ કે, આ ક્વિઝ માટે હજારો પ્રશ્નો સમાવવામાં આવ્યા છે. જેમાં કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ, યોજનાઓના મુખ્ય ઉદ્દેશ્યો, લાભાર્થીઓ, અત્યાર સુધી યોજનામાં હાંસલ કરેલ સિધ્ધિઓ, લાભાર્થીઓની સંખ્યા અને રકમ તથા વિદ્યાર્થીઓના અનુભવગત પ્રશ્નોને પણ આ ક્વિઝમાં સમાવવામાં આવશે. તે માટે પ્રશ્નબેંક સ્ક્રુટીની કમિટીની પણ રચના કરવામાં આવી છે. આ ક્વિઝ અઠવાડીયામા દર રવિવારથી ચાલુ થઈને દર શુક્રવારે સમાપ્ત થશે અને દર શનિવારે વિજેતા જાહેર થશે. દર અઠવાડિયે તાલુકા અને વોર્ડ કક્ષાના શાળા અને કોલેજ/યુનિવર્સીટી વિભાગને પ્રતિ સ્પર્ધક દીઠ ક્વિઝનો સમયગાળો ૨૦ મિનીટનો અને ક્વીઝમાં ૨૦ ક્વિઝ રહેશે. દરરોજ ૨૫૦ ક્વિઝની ડિઝીટલ પુસ્તિકા સ્પર્ધકોને માર્ગદર્શિકા તરીકે ઓનલાઈન પ્રાપ્ત થશે. તે ઉપરાંત દર અઠવાડિયે તાલુકા અને વોર્ડ કક્ષાના, શાળા અને કોલેજ/યુનિવર્સીટી વિભાગનાં દસ-દસ વિજેતાઓ જાહેર કરવામાં આવશે.

મંત્રીએ કહ્યુ કે, જીલ્લા કક્ષાની સ્પર્ધા પૂર્ણ થયા બાદ રાજ્ય કક્ષાની અંતિમ સ્પર્ધા યોજવામાં આવશે. જેમાં સમગ્ર સ્પર્ધા દરમિયાન જીલ્લા અને મહાનગરપાલિકાના વિજેતા જાહેર થયેલા સ્પર્ધકો ભાગ લેવા માટે લાયક ઠરશે. રાજ્ય કક્ષાની સ્પર્ધા ઓફલાઈન મોડમા ક્વિઝ માસ્ટર સાથે શાનદાર અને ધમાકેદાર રીતે આયોજીત થશે. આ ક્વિઝ ઓનલાઈન માધ્યમથી આયોજીત કરવામાં આવશે. વિધ્યાર્થીઓને સાયન્સ સિટીની ટૂર તથા વિજેતા વિદ્યાર્થીઓને નામાંકિત સ્થળોની સ્ટડી ટુર કરાવવામાં આવશે. તે ઉપરાંત તમામ સ્પર્ધકોને ગુજરાત સરકાર સ્તરે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.     

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત આ મેગા ક્વિઝ કોમ્પિટિશનમાં વાહન વ્યવહાર, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી પૂર્ણેશ ભાઈ મોદી, ઉદ્યોગ રાજ્ય મંત્રી જગદીશભાઈ પંચાલ, પ્રવાસન રાજ્ય મંત્રી  અરવિંદભાઈ રૈયાણી તેમજ સાયન્સ અને ટેકનોલોજી વિભાગનો જરૂરી સહયોગ પ્રાપ્ત થશે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ના ઇનામો

પ્રતિ અઠવાડિયે ૨૫૨ તાલુકા – નગરપાલિકા, ૧૭૦ વોર્ડના વિજેતા ઉમેદવારોને ૧.૬૦ કરોડના ઇનામો મળી કુલ ૧૫ સપ્તાહના ૫ કરોડના ઇનામો તથા ટુર પ્રાપ્ત થશે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?

ક્વિઝની જાહેરાત 07મી જુલાઈ 2022ના રોજ કરવામાં આવશે. જેનું લોકાર્પણ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી. ભૂપેન્દ્ર પટેલ જુલાઈ 2022 ના રોજ સાયન્સ સિટી અમદાવાદથી કરવામાં આવશે.

  • સ્ટેપ 1- ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 પર ગૂગલ પર સર્ચ કરો.
  • સ્ટેપ 2- “www.g3q.co.in” વેબસાઇટ પર જાઓ.
  • સ્ટેપ 3- રજીસ્ટ્રેશન ટેબ પર જાઓ.
  • વેબ્સાઈટ : અહી ક્લિક કરો
  • Quiz Result : Click Here
  • Quiz Login: Click Here
  • Quiz Bank Questions: Click Here
  • Registration Link: Click Here

Gujarat Gyan Guru Quiz Seventh Round Result | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ દસમાં સપ્તાહનું પરિણામ 2022

ગુજરાત સરકાર દ્વારા 10 મી જુલાઈથી 09 સપ્ટેમ્બર સુધી ગુજરાતી જ્ઞાનગુરુ ક્વિઝમાં કુલ 9 રાઉન્ડ છે અને દરેક રાઉન્ડમાં ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ નું પરિણામ દર શનિવારે જાહેર કરવામાં આવશે. G3Q ગુજરાત જ્ઞાનગુરુ બેઝમાં છેલ્લા રાઉન્ડ એટલે કે નવમાં રાઉન્ડમાં સારું પરિણામ મેળવનાર ઉમેદવારને જિલ્લા કક્ષાએ અને ત્યારબાદ રાજ્ય કક્ષાએ ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝમાં ભાગ લેવા માટેની એક તક મળશે.

Time Table of Gujarat Gyan guru Quiz 2022

G3Q રાઉન્ડક્વિઝ તારીખપરિણામ તારીખ
ક્વિઝ રાઉન્ડ 110મી જુલાઈથી 15મી જુલાઈ16મી જુલાઈ
ક્વિઝ રાઉન્ડ 217મી જુલાઈથી 22મી જુલાઈ23મી જુલાઈ
ક્વિઝ રાઉન્ડ 324મી જુલાઈથી 29મી જુલાઈ30મી જુલાઈ
ક્વિઝ રાઉન્ડ 431મી જુલાઈથી 5મી ઓગસ્ટ6ઠ્ઠી ઓગસ્ટ
ક્વિઝ રાઉન્ડ 57મી ઓગસ્ટથી 12મી ઓગસ્ટ સુધી13મી ઓગસ્ટ
ક્વિઝ રાઉન્ડ 614મી ઓગસ્ટથી 19મી ઓગસ્ટ સુધી20મી ઓગસ્ટ
ક્વિઝ રાઉન્ડ 721મી ઓગસ્ટથી 26મી ઓગસ્ટ27મી ઓગસ્ટ
ક્વિઝ રાઉન્ડ 828મી ઓગસ્ટથી 2જી સપ્ટેમ્બર3જી સપ્ટેમ્બર
ક્વિઝ રાઉન્ડ 94થી સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર10મી સપ્ટેમ્બર
જિલ્લા કક્ષાની ક્વિઝ14મી સપ્ટેમ્બર
રાજ્ય કક્ષાની ક્વિઝ17મી સપ્ટેમ્બર

0 Response to "Gujarat Gyan Guru Quiz Result 2022 @g3q.co.in"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel