Ads

GPRB PSI Result 2025 (Marks)


:: તા.૨૯.૦૧.૨૦૨૬ ::


જાહેરાત ક્રમાંકઃ GPRB/202324/1 અન્વયે બિન હથિયારી પો.સ.ઇ.ની દસ્તાવેજ ચકાસણી બાબત

(A) લેખિત પરીક્ષા પેપર-૨ (વર્ણનાત્મક)ના ગુણ અંગે કરવામાં આવેલ Rechecking (પૂનઃચકાસણી)

  1. તા.૨૬.૧૨.૨૦૨૫ નારોજ બિન હથિયારી પો.સ.ઇ. ની લેખિત પરીક્ષા પેપર-૨ (વર્ણનાત્મક)ના ગુણ વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવેલ.
  2. તા.૧૦.૦૧.૨૦૨૬ સુધીમાં રીચેકીંગ માટેની અરજીઓ મંગાવવામાં આવેલ જેમાં કુલ-૧૨૩૫ માન્ય અરજીઓ મળેલ. રીચેકીંગ બાદ કુલ-૧૨૧૬ ઉમેદવારોના ગુણમાં કોઇપણ પ્રકારનો ફેરફાર જણાઇ આવેલ નથી. તેની માહિતી જોવા માટે અહીં કલીક કરો...
  3. રીચેકીંગ બાદ ગુણ અંગે જે ફેરફાર થયેલ છે તેવા ૧૯ ઉમેદવારોની માહિતી જોવા માટે અહીં કલીક કરો...

(B) બિન હથિયારી પો.સ.ઇ. ની લેખિત પરીક્ષાના CCTV રેકોર્ડીંગની ચકાસણી બાદ ગેરલાયક ઠરાવવા બાબત

  1. તા.૧૩.૦૪.૨૦૨૫ના રોજ લેવામાં આવેલ બિન હથિયારી પો.સ.ઇ.ની પેપર-૧ અને પેપર-રની લેખિત પરીક્ષામાં ઉપયોગમાં લેવામાં આવેલ પરીક્ષા કેન્દ્રોના CCTV રેકોર્ડીંગની ચકાસણી કરતા, ચાલુ પરીક્ષા દરમ્યાન ધ્યાને આવેલ ગેરરીતિ માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કુલ-૮૮ ઉમેદવારોને બિન હથિયારી પો.સ.ઇ.ની લેખિત પરીક્ષા માટે ગેરલાયક ઠરાવવામાં આવે છે.
  2. ગેરલાયક ઠરાવેલ ઉમેદવારોની વિગત જોવા માટે અહી કલીંક કરો...
  3. ગેરલાયક ઠરાવવામાં આવેલ ઉમેદવારો પૈકી, જો કોઇ ઉમેદવાર રજુઆત કરવા માંગતા હોય તો, તા.૦૫.૦૨.૨૦૨૬ સુધીમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી, બંગલા નં. ગ-૧૨, સરિતા ઉદ્યાન નજીક, સેકટર-૯, ગાંધીનગર-૩૮૨૦૦૭ ખાતે રૂબરૂ રજુઆત કરી શકશે. તા.૦૫.૦૨.૨૦૨૬ બાદ કે અન્ય માધ્યમથી મોકલેલ રજુઆતો ગ્રાહય રાખવામાં આવશે નહી.

(C) બિન હથિયારી પો.સ.ઇ.ની દસ્તાવેજ ચકાસણી માટે Qualified ઉમેદવારોની યાદી જાહેર કરવા બાબત

  1. તા.૨૬.૧૨.૨૦૨૫ના રોજ પેપર-ર (વર્ણનાત્મક) લેખિત પરીક્ષાના ગુણ વેબસાઇટ પર જાહેર કરવામાં આવેલ હતા.
  2. બિન હથિયારી પો.સ.ઇ.ની પેપર-૧ અને પેપર-૨ના લેખિત પરીક્ષામાં મેળવેલ ગુણ તથા વધારાના ગુણ (જેવા કે, રમતગમત, વિધવા, NCC “C” સર્ટીફીકેટ તથા રક્ષાશક્તિ/રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સીટીના ડીગ્રી/ડીપ્લોમાં અંગેના નિયમોનુસાર મળવાપાત્ર ગુણ) સહિત મેળવેલ કુલ ગુણ મુજબ દસ્તાવેજ ચકાસણીની યાદી તૈયાર કરવામાં આવેલ છે. જો આવા ઉમેદવારો દસ્તાવેજ ચકાસણી સમયે નિયમ મુજબ માન્ય પ્રમાણપત્ર ધરાવતા ન હોય તો ઉમેરવામાં આવેલ વધારાના ગુણ રદ્દ થશે જે તમામને બંધનકર્તા રહેશે.
  3. અનામત કેટેગીરીના જે ઉમેદવારોએ ઉંમરનો અથવા ST કેટેગીરીના ઉમેદવારોએ ઉંમર અથવા ઉંચાઇનો લાભ લીધેલ ન હોય અને જનરલ કેટેગીરીના કટ-ઓફ કે તેથી વધુ ગુણ ધરાવતા હોય તેવા ઉમેદવારોનો જનરલ કેટેગીરીની યાદીમાં સમાવેશ કરવામાં આવેલ છે.
  4. ભરતી પ્રક્રિયા દરમ્યાન કોઇ૫ણ ઉમેદવાર ગેરલાયક હોવા છતાં, તેમને યાંત્રિક, કલેરીકલ અથવા બીજી કોઇ૫ણ ભૂલના લીઘે લાયક ગણવામાં આવેલ હશે અગર ૫સંદ કરવામાં આવેલ હશે તો કોઇ૫ણ તબકકે તે રદ થવા પાત્ર રહેશે.
  5. સરકારશ્રી / નામદાર કોર્ટ તરફથી વખતો વખત જે ચૂકાદો/ નિર્ણય આવશે તે તમામ ઉમેદવારોને બંધનકર્તા રહેશે.
  6. સરકારશ્રીના ગૃહ વિભાગના તા.૦૭/૦૩/૨૦૨૪, ઠરાવ ક્રમાંકઃ GHG/39/2024/MHK/ 102010/335/C થી ઠરાવેલ પરીક્ષા નિયમોના મુદ્દા નંબર ૮(૭) માં જણાવ્યા મુજબ ખાલી જગ્યાના બે ગણા ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવા જણાવેલ છે.
  7. બિન હથિયારી પો.સ.ઇ.ની પેપર-ર (વર્ણનાત્મક)ની લેખિત પરીક્ષામાં કવોલીફાઇડ હોય તેવા ઉમેદવારોની સંખ્યા કુલ- ૮૬૭૯ છે.
  8. કુલ-૪૭૨ ખાલી જગ્યા માટે કુલ-૧૦૨૩ ઉમેદવારો દસ્તાવેજ ચકાસણી માટે Qualified થયેલ છે.

દસ્તાવેજ ચકાસણી માટે કેટેગીરીવાઇઝ કટ-ઓફ નીચે મુજબ છે.

કેટેગીરીપુરૂષ ઉમેદવારો માટે કટ-ઓફ માર્કસમહિલા ઉમેદવારો માટે કટ-ઓફ માર્કસદસ્તાવેજ ચકાસણી માટે Qualified થયેલ કુલ ઉમેદવારોની સંખ્યા
GENERAL225.00211.75404
EWS221.00205.00100
SEBC220.00206.00263
SC215.25200.2567
ST198.50184.00146

બિન હથિયારી પો.સ.ઇ.ના પરીક્ષા નિયમો મુજબ પેપર-૧ અને પેપર-૨માં કવોલીફાઇડ થયેલ ૪૩ માજી સૈનિક ઉમેદવારોનો દસ્તાવેજ ચકાસણી માટે સમાવેશ કરવામાં આવેલ છે.

ખાસ નોંધઃ

  1. બિન હથિયારી પો.સ.ઇ.ની દસ્તાવેજ ચકાસણી તા.૦૫.૦૨.૨૦૨૬ થી તા.૧૦.૦૨.૨૦૨૬ દરમ્યાન હાથ ધરવામાં આવનાર છે.
  2. કવોલીફાઇડ થયેલ ઉમેદવારો તા.૦૨.૦૨.૨૦૨૬ નારોજ કલાક: ૧૪:૦૦ વાગે https://ojas.gujarat.gov.in ઉપરથી કોલલેટર ડાઉનલોડ કરી શકશે.
  3. ઉમેદવારોએ તેઓના અસલ પ્રમાણપત્રો તેમજ અસલ પ્રમાણપત્રોની સ્વપ્રમાણીત કરેલ એક એક નકલ નીચે જણાવેલ A થી I મુજબ ક્રમ પ્રમાણે ગોઠવી અચુક સાથે લાવવાની રહેશે. આ તમામ પ્રમાણપત્રો તા.૦૯.૦૯.૨૦૨૪ સુધીમાં ઇસ્યુ થયેલ હોવા જોઇએ.
    1. જન્મ તારીખના પુરાવા તરીકે એસ.એસ.સી. / એચ.એસ.સી.. અથવા તેની સમકક્ષ પરીક્ષાનું પ્રમાણપત્ર કે શાળા છોડ્યાના પ્રમાણપત્ર કે જેમાં જન્મ તારીખ સ્પષ્ટ દર્શાવેલ હોય .
    2. સ્નાતક અથવા તેની સમકક્ષ પરીક્ષાના પ્રમાણપત્ર તથા ગુણપત્રકના પ્રમાણપત્ર
    3. અનામત જાતિ માટે ગુજરાત સરકારશ્રીના સક્ષમ અધિકારીશ્રી દ્વારા અપાયેલ જાતિ અંગેના પ્રમાણપત્ર.
    4. નિયત કરેલ નમુના મુજબનું એન.સી.સી. “સી” સર્ટીફીકેટ.
    5. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સીટી / રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સીટી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનું પ્રમાણપત્ર.
    6. રમત-ગમત પ્રમાણપત્ર ધરાવતા રમતવીરોએ સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગ, ગાંધીનગરના તા.૨૫.૦૨.૧૯૮૦ના ઠરાવ ક્રમાંકઃ સીઆરઆર-૧૦૭૩-૨૬૬૦-ગ-૨ તથા તા.૦૧.૦૮.૧૯૯૦ના ઠરાવ ક્રમાંકઃ સીઆરઆર-૧૧૮૮-૩૬૪૪- ગ-૨ માં નિયત કર્યા મુજબના સત્તાધિકારી પાસેથી નિયત નમૂનામાં મેળવેલ જરૂરી પ્રમાણપત્ર દસ્તાવેજ ચકાસણી સમયે રજૂ કરવાનું રહેશે. આ પ્રમાણપત્ર ધરાવનાર ઉમેદવાર જ રમત-ગમતના વિશેષ ગુણ માટે હકદાર થશે. આવું પ્રમાણપત્ર રજૂ નહીં કરી શકે તો આવા ઉમેદવારને રમતવીર તરીકેના લાભ મળવાપાત્ર થશે નહીં.
    7. વિધવા મહિલા ઉમેદવારોએ પોતાના પતિના અવસાન થયેલાનું પ્રમાણપત્ર તેમજ પુન: લગ્ન કરેલ નથી તેનું બાંહેધરી પત્ર.
    8. માજી સૈનિકના કિસ્સામાં આર્મી/નેવી/એરફોર્સના સક્ષમ સત્તાધિકારી દ્વારા અપાયેલ ડિસ્ચાર્જ પ્રમાણપત્ર તથા ઓળખપત્ર.
    9. ઉમેદવારે પોતાની ઓળખ માટે જો આધાર કાર્ડ હોય તો તે દસ્તાવેજ ચકાસણી દરમ્યાન અવશ્ય સાથે અસલમાં લાવવાનુ રહેશે. જો આધાર કાર્ડ ન હોય તો અન્ય કોઇપણ પૂરાવો જેવો કે, ડ્રાઇવીંગ લાઇસન્સ,પાન કાર્ડ, ચુંટણી કાર્ડ વિગેરે અસલમાં પોતાની સાથે દસ્તાવેજ ચકાસણી દરમ્યાન અવશ્ય સાથે લાવવાના રહેશે.
  4. દસ્તાવેજ ચકાસણીમાં હાજર રહેનાર તમામ ઉમેદવારોએ દસ્તાવેજ ચકાસણી સમયે ANNEXURE-3 ફોર્મ ભરીને લાવવાનું રહેશે. જે ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહીં કલીક કરો.....
  • સામાજીક અને શૈક્ષણીક રીતે પછાત વર્ગ (SEBC), અનુસુચિત જાતિ (SC) અને અનુસુચિત જન જાતિ (ST) ના ઉમેદવારોએ દસ્તાવેજ ચકાસણી સમયે રજુ કરવાનું નિયમોનુસારનું ફોર્મ ભરીને (જરૂરી દસ્તાવેજો સાથે) અવશ્ય લાવવાનું રહેશે. ફોર્મની વિગત નીચે મુજબ છે.
  • SEBC ANNEXURE ડાઉનલોડ કરવા માટે અહીં કલીક કરો.....
  • SC ANNEXURE ડાઉનલોડ કરવા માટે અહીં કલીક કરો.....
  • ST ANNEXURE ડાઉનલોડ કરવા માટે અહીં કલીક કરો.....
ગુજરાત પોલીસ એપ્લિકેશન ડાઉનલોડ કરો

બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર જાહેરાત ક્રમાંકઃ GPRB/202324/1 અન્વયે તા.૧૩/૦૪/૨૦૨૫ ના રોજ યોજાયેલ લેખિત પરીક્ષા પેપર-૨ ના ગુણ જાહેર કરવા બાબત

https://jobojas.com/gujarat-police-psi-result/

જાહેરાત ક્રમાંકઃ GPRB/202324/1 અન્વયે તા.૧૩/૦૪/૨૦૨૫ નારોજ યોજાયેલ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરની લેખિત પરીક્ષાના પેપર-૧માં (પાર્ટ-A અને પાર્ટ-B) માં કવોલીફાઇડ થયેલ હોય અને પેપર-૨ GUJARATI and ENGLISH LANGUAGE SKILL (DESCIPTIVE) માં હાજર રહેલ હોય તેવા કુલ-૪૯૨૬૯ ઉમેદવારોના ગુણ જાહેર કરવામાં આવે છે.(A) પેપર-૨ માં ૪૦ ગુણ કે તેથી વધુ ગુણ મેળવેલ હોય તેવા ઉમેદવારોની યાદી જોવા માટે અહીં કલીક કરો…..

(B) પેપર-૨ માં ૪૦ ગુણ થી ઓછા ગુણ મેળવેલ હોય તેવા ઉમેદવારોની યાદી જોવા માટે અહીં કલીક કરો…..

(૨) પો.સ.ઇ. કેડર તા.૦૭/૦૩/૨૦૨૪ના પરીક્ષા નિયમોમાં Exam Rules 2024, Rule No.(20) મુજબ લેખિત પરીક્ષાની ગુણ ચકાસણી (રીચેકીંગ) માટે ૧૫ (પંદર) દિવસની સમય-મર્યાદા આપેલ છે. ગુણ જાહેર કરેલ યાદીમાં સામેલ જે ઉમેદવારો પોતાના લેખિત પરીક્ષાના પેપર-૨નું રીચેકીંગ કરાવવા ઇચ્છતા હોય (માત્ર રીચેકીંગ કરવામાં આવશે, રી-ઇવેલ્યુએશન કરવામાં આવશે નહીં) તે ઉમેદવારોએ (૧) રીચેકીંગ ફી ના રૂ. ૩૦૦/- “CHAIRMAN, GUJARAT POLICE RECRUITMENT BOARD” ના નામનો રાષ્ટ્રીયકૃત બેન્કનો ડીમાન્ડ ડ્રાફટ Payable at GANDHINAGAR (૨) કોલલેટરની ઝેરોક્ષ નકલ (૩) અરજી (જેમાં ઉમેદવારે પોતાનું પુરૂ નામ, કન્ફર્મેશન નંબર, રોલ નંબર અને મોબાઇલ નંબર અવશ્ય દર્શાવવાનું રહેશે) સાથે તા.૧૦/૦૧/૨૦૨૬ સુધીમાં રૂબરૂમાં અથવા સ્પીડ પોસ્ટ/કુરીયર ધ્વારા ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબરઃ ગ-૧૨, સરિતા ઉધાનની નજીક, સેકટર-૯, ગાંધીનગર -૩૮૨૦૦૭ સરનામે અરજી મોકલી શકાશે. અન્ય રીતે મળેલ અરજી કે તા.૧૦/૦૧/૨૦૨૬ ના કલાકઃ૧૭:૦૦ વાગ્યા બાદ જો કોઇ અરજી મળશે તો તે ધ્યાને લેવાશે નહીં.

0 Response to "GPRB PSI Result 2025 (Marks)"

Post a Comment

Iklan Atas Artikel

અમારી WhatsApp ચેનલમાં જોડાઓ Join Now

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel