ગુજરાત પોલીસ ભરતી: માજી અગ્નિવીરો માટે રાજ્ય સરકારનો નિર્ણય
ગુજરાત પોલીસ ભરતી: માજી અગ્નિવીરો માટે રાજ્ય સરકારનો નિર્ણય
ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા પોલીસ વિભાગની સીધી ભરતીમાં માજી અગ્નિવીરો (Ex-Agniveers) માટે વિશેષ રાહતો જાહેર કરવામાં આવી છે. સત્તાવાર ગેઝેટ નોટિફિકેશન મુજબ, લશ્કરમાંથી સેવા પૂર્ણ કરી પરત ફરેલા ગુજરાતના મૂળ અગ્નિવીરો માટે સીધી ભરતીના નિયમોમાં મહત્વના સુધારા કરવામાં આવ્યા છે.
ભૂતપૂર્વ અગ્નિવીરોને 20 ટકા અનામતનો લાભ
રાજ્ય સરકારે 17 જુલાઈ, 2026ના રોજ જાહેર કરેલા મૂળ નિયમો હેઠળ ભૂતપૂર્વ અગ્નિવીરો માટે 20 ટકા અનામતની જોગવાઈ કરી હતી. આ લાભ ગુજરાતના વતની, મૂળ નિવાસી અથવા કાયમી રહેવાસી એવા ભૂતપૂર્વ અગ્નિવીરોને લાગુ પડશે, જેમણે ભારતીય સશસ્ત્ર દળો એટલે કે આર્મી, નેવી અથવા એરફોર્સમાં અગ્નિવીર તરીકે પોતાની સેવા પૂર્ણ કરી હોય. જોકે, અનામતનો લાભ મેળવવા માટે ઉમેદવારોએ જરૂરી લાયકાત અને દસ્તાવેજોની ચકાસણી સહિતની લાગુ પડતી શરતો પૂર્ણ કરવી પડશે.
મુખ્ય જોગવાઈઓ અને મળવાપાત્ર લાભો:
૨૦% અનામત: પોલીસ વિભાગની યુનિફોર્મવાળી જગ્યાઓ પર માજી અગ્નિવીરો માટે ૨૦% હોરિઝોન્ટલ અનામત લાગુ રહેશે.
9 ઓક્ટોબરના સુધારા બાદ લેખિત પરીક્ષામાંથી પણ મુક્તિ
ગૃહ વિભાગે જાહેર કરેલા સુધારા દ્વારા ભરતીના મૂળ નિયમોમાં નિયમ 5 પછી નવો નિયમ 5A ઉમેરવામાં આવ્યો છે. આ જોગવાઈ મુજબ, નિર્ધારિત જગ્યાઓ માટેની સીધી ભરતી પ્રક્રિયામાં ભૂતપૂર્વ અગ્નિવીરોને લેખિત પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવશે. આ સુધારો સરકારી ગેઝેટમાં પ્રકાશિત થયાની તારીખથી અમલમાં આવશે. આમ, અગાઉ શારીરિક કસોટીમાંથી મળેલી મુક્તિની સાથે હવે લેખિત પરીક્ષામાંથી પણ રાહત મળતાં ભૂતપૂર્વ અગ્નિવીરોને પોલીસ ભરતીમાં મોટો ફાયદો થશે
પરીક્ષાઓમાંથી સંપૂર્ણ મુક્તિ:
શારીરિક કસોટી (PET) માંથી મુક્તિ: અગાઉ જુલાઈ ૨૦૨૬ના નોટિફિકેશન મુજબ શારીરિક ક્ષમતા કસોટીમાંથી મુક્તિ આપવામાં આવી હતી.
લેખિત પરીક્ષામાંથી મુક્તિ: તાજેતરના ૯ ઓક્ટોબર, ૨૦૨૬ના સુધારા મુજબ સીધી ભરતીની લેખિત પરીક્ષામાંથી પણ સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે.
વયમર્યાદામાં છૂટછાટ:
સામાન્ય રીતે ઉપલી વયમર્યાદામાં ૩ વર્ષની છૂટછાટ.
પ્રથમ બેચના માજી અગ્નિવીરો માટે ઉપલી વયમર્યાદામાં ૫ વર્ષની વિશેષ છૂટછાટ.
આ જોગવાઈ હેઠળ આવરી લેવાયેલ જગ્યાઓ:
➖આર્મ્ડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર (Armed PSI)
➖આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ (Armed Constable)
➖એસ.આર.પી.એફ. પ્લાટૂન કમાન્ડર (SRPF Platoon Commander)
➖એસ.આર.પી.એફ. કોન્સ્ટેબલ (SRPF Constable)
➖જેલર, ગ્રૂપ-૨
➖જેલ સિપાહી
લશ્કરમાંથી યોગ્ય ડિસ્ચાર્જ મેળવી પરત ફરતા ગુજરાતના યુવાનો માટે રાજ્યની પોલીસ સેવામાં જોડાવાની આ એક સીધી તક બનશે.
૨૦% હોરિઝોન્ટલ અનામત (20% Horizontal Reservation): યોગ્ય ડિસ્ચાર્જ સર્ટિફિકેટ ધરાવતા માજી અગ્નિવીરોને સીધી ભરતીમાં ૨૦% અનામત મળશે.

0 Response to "ગુજરાત પોલીસ ભરતી: માજી અગ્નિવીરો માટે રાજ્ય સરકારનો નિર્ણય"
Post a Comment