કોન્ટ્રાકટ પ્રથાને બદલે કાયમી પ્રથાથી ભરતીના આદેશ
ગુજરાતમાં સરકારી નોકરીમાં કોન્ટ્રાકટ પ્રથાને બદલે કાયમી પ્રથાથી ભરતી કરાશે
Gujarat Govt Jobs : મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે, કોન્ટ્રાક્ટ પ્રથા
નાબૂદ કરીને તેના સ્થાને કાયમી નોકરી આપવાની પ્રથા શરૂ કરવા માટે પહેલ કરી છે. વર્ગ 3 અને વર્ગ 4માં અત્યાર સુધી કોન્ટ્રાક્ટ પધ્ધતિથી સરકારી અને અર્ધ સરકારી કચેરીમાં કર્મચારીઓની ભરતી કરવામાં આવતી હતી. હવેથી આ પ્રકારની ભરતી બંધ કરવા માટે મુખ્ય સચિવ રાજકુમારને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આદેશ કર્યો છે.
નાબૂદ કરીને તેના સ્થાને કાયમી નોકરી આપવાની પ્રથા શરૂ કરવા માટે પહેલ કરી છે. વર્ગ 3 અને વર્ગ 4માં અત્યાર સુધી કોન્ટ્રાક્ટ પધ્ધતિથી સરકારી અને અર્ધ સરકારી કચેરીમાં કર્મચારીઓની ભરતી કરવામાં આવતી હતી. હવેથી આ પ્રકારની ભરતી બંધ કરવા માટે મુખ્ય સચિવ રાજકુમારને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આદેશ કર્યો છે.
Govt Jobs News : ગુજરાતની ભૂપેન્દ્ર પટેલની સરકારે રોજગારી ક્ષેત્રે મહત્વનો નિર્ણય કર્યો છે. ગુજરાતમાં છેલ્લા કેટલાય વર્ષથી, સરકારી ખાલી પડેલી જગ્યા પર કાયમી નોકરીને બદલે ચોક્કસ સમય સુધી કોન્ટ્રાકટ પધ્ધતિથી ભરતી કરવામાં આવતી હતી. હવે આ ભરતી કોન્ટ્રાક્ટ પધ્ધતિને બદલે પહેલાની જેમ જ કાયમી પ્રથાથી કરવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે. આ માટે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મુખ્ય સચિવને જરૂરી આદેશ પણ કર્યાં છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાય વર્ષોથી સરકારી કે અર્ધ સરકારી કચેરીમાં ખાલી પડેલી કર્મચારીની જગ્યા પર કોન્ટ્રાક્ટ પધ્ધતિથી નોકરી આપવામાં આવતી હતી. પરંતુ આ પ્રકારની ભરતી થકી લોકોને હાલાકી પડતી હોવા સાથે ભ્રષ્ટાચારનો પણ ગંભીર આક્ષેપ થતા હતા.
આથી મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે, કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરીને તેના સ્થાને કાયમી નોકરી આપવાની પ્રથા શરૂ કરવા માટે પહેલ કરી છે. વર્ગ 3 અને વર્ગ 4માં અત્યાર સુધી કોન્ટ્રાક્ટ પધ્ધતિથી સરકારી અને અર્ધ સરકારી કચેરીમાં કર્મચારીઓની ભરતી કરવામાં આવતી હતી. હવેથી આ પ્રકારની ભરતી બંધ કરવા માટે મુખ્ય સચિવ રાજકુમારને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આદેશ કર્યો છે.
વર્તમાન પરિસ્થિતિમાં ગુજરાતની વિવિધ સરકારી કચેરીમાં હાલમાં કોન્ટ્રાક્ટ પધ્ધતિથી જે કર્મચારી નોકરી કરે છે તેમનો પગાર સુનિશ્ચિત કરવા માટે પણ ભૂપેન્દ્ર પટેલે આદેશ કર્યો છે. આ ઉપરાંત ગુજરાતની વિવિધ સરકારી કચેરીઓમા ખાસ કરીને વર્ગ 3 અને વર્ગ 4માં ખાલી પડેલી કે પડનારી જગ્યાઓને લઈને ભરતી કેલેન્ડર તૈયાર કરી દેવા પણ મુખ્ય પ્રધાન નિર્દેશ કર્યો છે.
Source By TV 9 Gujarati News
0 Response to "કોન્ટ્રાકટ પ્રથાને બદલે કાયમી પ્રથાથી ભરતીના આદેશ"
Post a Comment