ગુજરાત પોલીસ ૭૦૦૦ જગ્યા માટે ભરતી ૨૦૨૩
વર્ષ 2023-24માં 7 હજાર જગ્યા ભરાશે
આ મુદ્દે હાઇકોર્ટમાં ગત 10 એપ્રિલના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં હાઇકોર્ટે વર્તમાનમાં રાજ્ય સરકારને ઉપરોક્ત કાર્યને લઈને જવાબ રજૂ કરવા 28 એપ્રિલ સુધીનો સમય આપવામાં આવ્યો હતો. જેમાં આજની સુનવણીમાં રાજ્ય સરકાર દ્વારા ફાઈલ કરાયેલ એફિડેવિટમાં રાજ્ય સરકારે સ્વીકાર કર્યો હતો કે, રાજ્યના પોલીસ વિભાગમાં 21.3% જગ્યા ખાલી છે, જેનો આંકડો 27 હજાર જેટલો છે. સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સની 04 હજાર જગ્યા ખાલી છે. 07 હજાર પોલીસ કર્મચારીની વર્ષ 2023-24માં ભરતી કરવાની રાજ્ય સરકારે કોર્ટમાં વિગત આપી છે.Gujarat Police Bharti 2023 Details
Job Location | Gujarat |
Job Type | Government Job |
Job Category | Police Job |
Name of Recruitment | Gujarat Police Recruitment 2023 |
Name of Organization | Gujarat Police , Government of Gujarat |
Number of Vacancies | 7000 (Expected) |
Notification Released on | Coming Soon.. |
Application Mode | Online |
Official Website | ojas.gujarat.gov.in |
ગૃહ વિભાગના બજેટ ચર્ચામાં પણ ભરતીનો ઉલ્લેખ થયો હતો
અહીં ઉલ્લેખનીય છે કે, અગાઉ વિધાનસભામાં ગૃહ વિભાગના બજેટની ચર્ચા દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ચાલુ વર્ષે જ ગુજરાત પોલીસ દળમાં અંદાજે 8 હજાર કર્મચારીઓની ભરતી કરવાની જાહેરાત કરી હતી. આ અંગે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ઉનાળા બાદ પ્રેક્ટિકલ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. સંઘવીએ કરેલી જાહેરાત મુજબ 7384 જગ્યા પર ભરતી પ્રક્રિયા આગામી દિવસોમાં શરૂ કરવામાં આવશે, જેમાં બિન હથિયારી, પી.એસ.આઈ.ની 325 જગ્યા, હથિયારી અને બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલની સૌથી વધુ 6,324 જગ્યાની ભરતી કરવામાં આવશે.
10 વર્ષમાં એક લાખ જેટલા કર્મચારીઓની ભરતી
આ સાથે જેલ સિપાહી (પુરુષ)ની 678 જગ્યા અને જેલ સિપાહી (મહિલા) માટેની 57 જગ્યા પર ભરતી કરવામાં આવશે. આ વર્ષમાં જ પોલીસ દળમાં ભરતીની તમામ પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવશે. પોલીસ પોપ્યુલેશન રેશિયો મુજબ પોલીસ કર્મચારીઓની ભરતી માટે સતત પ્રક્રિયા ચાલતી રહે છે. છેલ્લાં 10 વર્ષમાં એક લાખ જેટલા કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે.
0 Response to "ગુજરાત પોલીસ ૭૦૦૦ જગ્યા માટે ભરતી ૨૦૨૩ "
Post a Comment