Ads

આવતી કાલે 12 નું પરિણામ - વોટ્સ એપના માધ્યમ થી પણ પરિણામ જાણી શકાશે


 પહેલીવાર વોટ્સએપથી જાણી શકાશે ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ .

આવતીકાલે ધોરણ 12 નું પરિણામ થશે જાહેર,

આવતી કાલે 12નું પરિણામ જાહેર થશે

સવારે 9 વાગે Gseb.org પર જાહેર કરશે પરિણામ

વોટ્સ એપના માધ્યમ થી પણ પરિણામ જાણી શકાશે

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા માર્ચ મહિનામાં યોજાઈ હતી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે માર્ચ-૨૦૨૩ માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-12 (વિજ્ઞાન પ્રવાહ) અને GUJCET- 2023 પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર 2 મે 2023ના રોજ સવારના 9.00 કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક ભરીને મેળવી શકશે

વોટ્સ એપના માધ્યમ થી પણ પરિણામ જાણી શકાશે

વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર અને શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. જેના દ્વારા વિદ્યાર્થીઓ પણ પરિણામ જાણી શકાશે.

વેબ્સાઇટ પરથી પરિણામ જુઓ અહિ ક્લિક કરો

ધોરણ 12 પછી શું ? અહિ ક્લિક કરો

કાલે ધો.12 સાયન્સનું પરિણામ:શિક્ષણ બોર્ડ 9 વાગ્યે રિઝલ્ટ જાહેર કરશે, બોર્ડની વેબસાઈટ પર પરિણામ જોઈ શકાશે


ઈજનેરી કરતા મેડિકલ માટે વિદ્યાર્થીઓ લગભગ બમણા
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે ધોરણ 12 સાન્યસમાં છેલ્લા કેટલાક વર્ષોથી એ ગ્રુપની સરખામણીએ બી ગ્રુપના વિદ્યાર્થીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. 12 સાયન્સ પછી ઈજનેરીમાં પ્રવેશ માટેના વિદ્યાર્થીઓમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આ વર્ષે ધોરણ 12 સાયન્સમાં ચાલુ વર્ષના રેગ્યુલર વિદ્યાર્થીઓમાં એ ગ્રુપમાં માત્ર 40,414 વિદ્યાર્થીઓ છે. જે અંતર્ગત વર્ષ કરતા ઘટ્યાં છે. જ્યારે બી ગ્રુપમાં આ વર્ષે 69,936 વિદ્યાર્થીઓ છે. એબી ગ્રૂપના 32 વિદ્યાર્થી છે.

એ કરતા બી ગ્રુપમાં 45 ટકા વિદ્યાર્થી વધારે
ચાલુ વર્ષના એ, બી અને એબી ગ્રુપના કુલ મળીને 11,0382 વિદ્યાર્થીઓ છે. 12 સાયન્સમાં અગાઉ નાપાસ થયેલા આ વર્ષે ફરીથી પરીક્ષા આપનારા રીપીટર 16,395 વિદ્યાર્થી છે. જેમાં એ ગ્રુપમાં 4438, બી ગ્રૂપમાં 11948 અને એબી ગ્રૂપમાં 9 વિદ્યાર્થીઓ છે. આ વર્ષે 12 સાયન્સની પરીક્ષા આપનારાએ ગ્રુપના કુલ 44,852 વિદ્યાર્થીઓ સામે બી ગ્રુપના 81,884 વિદ્યાર્થીઓ છે, એટલે કે એ ગ્રુપ કરતા બી ગ્રુપના વિદ્યાર્થીઓ 45 ટકા વધારે છે.

માર્ચ મહિનામાં ધો.10-12ની પરીક્ષા યોજાઈ
માર્ચ મહિનાની 14મી તારીખથી ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા લેવામાં આવી હતી. ત્યારે આ વર્ષે આશરે ધોરણ 10-12 બોર્ડની પરીક્ષામાં 16.55 લાખ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જો કે, ધોરણ 12ના વિદ્યાર્થીઓની વાત કરીએ તો ઇજનેરી કરતા મેડિકલ લાઈનમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે. આ વર્ષે રાજ્યના 83 ઝોનમાં 1623 કેન્દ્રોમાં 5541 બિલ્ડિંગોમાં 56633 બ્લોકમાં પરીક્ષા લેવામાં આવી હતી.

ધો.10માં 83 ઝોન નક્કી કરવામાં આવ્યા હતા
ગુજરાત શિક્ષણ બોર્ડના એક્શન પ્લાન મુજબ ધો.10માં 83 ઝોન નક્કી કરવામાં આવ્યા હતા. જેમાં 958 કુલ પરીક્ષા કેન્દ્રો હતા. જેમાં 3127 બિલ્ડિંગમાં 31,816 વર્ગ ખંડો બ્લોકમાં પરીક્ષા લેવાઈ હતી. ધોરણ 10માં આ વર્ષના રેગ્યુલર 74,1337, પ્રાઇવેટ રેગ્યુલર 11,258, રીપિટર 16,5576, પ્રાઇવેટ રીપિટર 5472, છોકરાઓની સંખ્યા 53,82,230 અને છોકરીઓની સંખ્યા 41,8523 નોંધાઈ છે. જ્યારે ધો.12 સામાન્ય પ્રવાહમાં 56 ઝોન નક્કી કરાયા છે. જેમાં 525 કેન્દ્રોમાં 1833 બિલ્ડિંગોમાં 18,389 બ્લોકમાં પરીક્ષા લેવાઈ હતી.


0 Response to "આવતી કાલે 12 નું પરિણામ - વોટ્સ એપના માધ્યમ થી પણ પરિણામ જાણી શકાશે"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel